Posts

શસ્ત્રવિહીન સમરાંગણ

આધુનિક લોકશાહી રાજપક્ષોના આશરે જીવી રહી છે. લોકસભા નિર્વાચનને યુદ્ધથી ઓછું ન આંકવું ! જનતંત્રના શસ્ત્રવિહીન સમરાંગણમાં રમાતી આ રણક્રિડાના સેનાનાયકો નિર્વાચનના પ્રત્યાશીઓ સ્વયં હોય છે અને તેમનું મુખ્ય હથિયાર હોય છે તેમનાં મોઢે બોલાતા શબ્દો ! વર્તમાનમાં રાજનેતાઓની ભાષાનું સ્તર સૌરાષ્ટ્રના ભુગર્ભજલસ્તરથી પણ નીચું ચાલ્યું ગયું છે ! આરોપ-પ્રત્યારોપ ની આ રમતમાં તેઓ સદાચાર ને વિસરી ચુક્યાં છે.

એ સત્ય છે કે ભારતમાં બનતી દરેક દહેશતગર્દ ઘટનાઓ, સાંપ્રદાયિક હિંસાઓ, જાતિ અને ભાષાઓ આધારિત તણાવો છેલ્લી પાયરીના નિચ રાજકારણની ભેટ છે ! આ શર્મનાક છે. ધર્મનિરપેક્ષતાની આડમાં પોતાને સેક્યુલર અને સમાજવાદી દર્શાવતા તથાકથિત બુદ્ધિજીવીઓ અને રાજનેતાઓએ પોતાના મોંફાટ નિવેદનો અને વાક્યપટુતા વડે ભારતની એકતા અને અંખડિતતાને હંમેશા ક્ષતિ જ પહોંચાડી છે !

ભારત જનતંત્ર છે, અતઃ ભારતીય બંધારણે દરેક ભારતીયને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે, કિંતુ તેનો દુર-ઉપયોગ કરી અન્યની લાગણીઓ દુભાવવી યોગ્ય નથી !

ભાષાની સભ્યતા દરેક વ્યક્તિ માટે સમાન હોય છે ! જ્યારે, રાજનેતાઓ તો સમાજના પ્રતિનિધી છે. તેમના દ્વારા અને તેમના પ્રતિ વિવેકપુ…

નિર્વાચન સંપૃક્ત સંદેશ

સલામ,
આપની ઉમ્ર ૨૦ વર્ષ હોઇ કે ૬૦ વર્ષ ૨૦ દિવસ ! હવે તમારું રાજનીતિવિષયક ચર્ચાઓમાં જોડાવું સહજ છે. અગામી અમાસ પછી તુરંત જ ભારતની ૧૭મી લોકસભાનું ગઠન કરવા માટે રાષ્ટ્રવ્યાપી નિર્વાચનનું આયોજન છે.

મતદાન કરવું એ આપણું રાષ્ટ્રપ્રત્યેનું પ્રાથમિક કર્તવ્ય છે અને કર્તવ્યપાલન જ આર્ય ધર્મ છે. સ્મરણ રહે કે મતદાન એ તમારું રાષ્ટ્રના સપનાઓ અને આકાંક્ષાઓ પુરી કરવા માટેનું યોગદાન છે.

શક્ય છે, જનતંત્રને તમે અલગ દ્રષ્ટિથી નિહારતા હશો ! કિંતુ મને વિશ્વાસ છે કે તમે લોકતાંત્રિક મુલ્યોને હૃદયમાં રાખીને મતદાન કરશો. આપની આસપાસના દરેક લાયકને સાથે લઇને જ ઉજવશો, રાષ્ટ્રનો મહા ઉત્સવ !

જય હિંદ 🇮🇳